[ આગળના પાર્ટમાં ડાયન બધાને હાથકળીથી બાંધીને ચાલી જાય છે. બધા પોતાના બીલી પત્ર હાથકળી પર મૂકે છે અને બધાના પત્ર સળગી જાય છે.]અચાનક સામે એક પ્રકાશ આવ્યો. બધાની આંખો બંધ થઈ ગઈ. પ્રકાશ બંધ થતાં બધાએ આંખો ખોલી. " મને જવા દો મને જવા દો. માફ કરી દો. આ હર્ષ મને ધરારથી કેમ્પમાં લઈ ગયો હતો. હું નિર્દોષ છું. મને જવા દો. હવે બીજીવાર આવું નઇ થાય. હું ક્યારેય આવું નઇ કરું. હું વસ્તુ નાખતા પેલા ચેક કરીશ. કચરા પેટી પણ ચેક કરીશ. મને જવા દો." દીપ જોરથી બબડવા લાગ્યો. " એ ચૂપ સામે જો. " નીરવ દીપને હલાવતા