[ આગળના પાર્ટમાં બધા દલદલમાંથી અચાનક બહાર આવી જાય છે. નિરવના પગમાંથી નિલે એક જીવડું કાઢ્યું. બધા આગળ જતાં હોય ત્યાં પાછળથી કિશનની પીઠ પર કઈક પડે છે. બધા હવાના અવાજ તરફ જુવે છે. બધાની આંખો પહોળી થઇ જાય છે.] કિશન હજુ પાછળ ફરીને જુવે ત્યાં તે પાછળ ખેંચાવા લાગ્યો. પાછળથી કોઇક તેને પીઠ તરફથી ખેંચતુ હોય એવું લાગ્યું. બધાની નજર તે ખેંચતા જીવ પર ગઈ. એક લીલા કલરનું પ્રાણી બધાની સામે ચાર પગ પર હતું. બે ત્રણ માળ જેટલું ઊંચું તેનું મોઢું હતું અને મોઢું ખુલતા નીચેનો ભાગ જમીન ને અડકતો હતો. આંખો માણસના મોઢા જેવડી હતી. જે બંને અલગ અલગ