[ આગળના પાર્ટમાં બધા નક્કી કરેલા સ્થળ પર પહોંચી જાય છે અને ત્યાં જવા માટે નીકળે છે. બ્રિસા નાસ્તો લેતા સમયે તેના પગ સાથે કઈક અથડાય છે.]" બસ અહીંથી હવે આ જંગલમાં જવાનું છે. " નિલ બોલ્યો. " હા ચાલો આપણે ક્યાં વાંધો છે. " કુશ દીપ તરફ જોતા બોલ્યો. " મને વાંધો છે. " દીપ બોલ્યો. બધા તેની તરફ જોવા લાગ્યા. " શું વાંધો છે ? " રાજ બોલ્યો. " મારે એક નંબર જવું છે. " દીપ ટચલી આંગળી બતાવતા બોલ્યો. " આને આવું જ હોય. અમે જઈએ છીએ તું કરીને આવી જજે હો. " નીરવ બોલ્યો. " ના