KING - POWER OF EMPIRE - 20 (S-2) - Last Part

(155)
  • 4.9k
  • 8
  • 2.4k

ભૈરવ પૂરી તૈયારી સાથી ઉભો હતો, તેને જંગલની એકબાજુ થોડી હલચલ દેખાય તેણે તરત એક હાથ ઉંચો કર્યો અને તે તરફ ફાયરીંગ કરવાનો ઈશારો કર્યો, બધા એ અંધાધૂંધ ફાયરિંગ ચાલુ કરી દીધી, થોડીવાર પછી ભૈરવ ફરી ઈશારો કરી ને શાંત કર્યો, તેને થયું જે લોકો એ તરફ થી આવે છે તે બધા માર્યા ગયા પણ ત્યાં જ એજ જગ્યા પરથી તેના જ ગાર્ડ ની લાશો પડી, તરત જ જંગલ વચ્ચે રહેલા રસ્તા પરથી કોઈ ના આવવાનો અવાજ આવ્યો, બધા એ તે તરફ ફાયરીંગ કર્યું પણ ત્યાં થી પણ તેનાં જ ગાર્ડ ની લાશો આગળ આવીને પડી. આજ શૌર્ય નો પ્લાન હતો,