સાંજના છ વાગી રહ્યાં હતાં, સુલતાન પોર્ટ પર પહોંચી ગયો હતો, પોર્ટ પર સાવ શાંતિ હતી, એટલા માટે જ તેણે શૌર્ય ને અહીં બોલાવ્યો હતો. તે થોડીવાર આમતેમ ચક્કર માર્યો અને અચાનક કોઈક ગાડી ના આવવાનો અવાજ આવ્યો, અવાજ તેની પાછળ ની તરફથી આવ્યો હતો, કોઈક ના આવવાનો અહેસાસ થયો અને તેણે કહ્યું, “આવ આવ ” આટલું કહીને તે પાછળ પલટયો તો ત્યાં શૌર્ય નહીં પણ બીજું કોઈક હતું.સુલતાન ને થયું શૌર્ય છે પણ જયારે તે પલટયો તો તેની સામે દિગ્વિજય સિંહ ઉભો હતો. તેને જોઈ ને થોડીવાર તો સુલતાન કંઈ બોલ્યો જ નહીં. “સુલતાન આખરે તું મારા હાથમાં આવી જ