અજનબી હમસફર - ૩

(31)
  • 5.5k
  • 2.3k

દિયા પોતાના વિચારોમાં જ હતી ત્યાં રાકેશે એને પૂછ્યું ,"આજે તને પોસ્ટિંગ મળવાનું છે તો તું કયો તાલુકો પ્રિફર કરે છે? દિયા એ કહ્યું," મને તો કોઈ પણ ચાલે પણ પપ્પાએ કહ્યું છે કે જ્યાંથી ટ્રાન્સપોર્ટેશન સારું પડે અને રહેવા માટે પણ વ્યવસ્થિત હોય એ તાલુકો હોય તો સારું" "બરાબર ",રાકેશ કહ્યું "તારે આજે લેટ થશે નહીં "દિયા ઍ રાકેશ ને પૂછ્યું ."અરે ના ના એવું કશું નથી થવાનું કારણ કે હું વિચારું છું કે આમોદ જઈ આવુ "ત્યાં કેમ"? દિયાએ પૂછ્યું કેમકે જંબુસરમા રહેવાની સુવિધા નથી અને આમોદ ત્યાંથી નજીક થાય છે એટલે ત્યાં રહેવા માટે ફેસીલીટી પણ સારી છે. તારે જંબુસર ના આવે