પલ પલ દિલ કે પાસ - સુનિલ દત્ત - 46

(14)
  • 5.9k
  • 1
  • 1.7k

સુનિલ દત્ત વાત એ દિવસોની છે જયારે રેડિયો સિલોન પર ઇન્ટરવ્યુ આપવા માટે નરગીસજી આવ્યા હતા. ઇન્ટરવ્યુ લેનાર હતા સુનિલ દત્ત. બંનેની આ પ્રથમ મુલાકાત હતી. નરગીસનું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણું મોટું નામ હતું જયારે સુનિલ દત્ત ની તો ઇન્ડસ્ટ્રીમાં હજુ એન્ટ્રી જ નહોતી થઇ. નરગીસની પ્રતિભાથી અંજાઈને સુનિલદત્ત રીતસર નર્વસ થઈ ગયા હતા. કોમ્યુનીકેશનમાં જો નરગીસે એક્સ્ટ્રા સપોર્ટ ન આપ્યો હોત તો તે ઇન્ટરવ્યુ શક્ય જ ના બન્યો હોત. આ શબ્દો છે અમીન સાયાનીના. આ બનાવ પછી લગભગ ત્રણેક વર્ષ બાદ મધર ઇન્ડિયાના સેટ પર સુનિલ દત્ત અને નરગીસ ભેગા થયા હતાં. સુનિલ દત્ત નું સાચું નામ બલરાજ દત્ત હતું.