પલ પલ દિલ કે પાસ - રાજકુમાર - 40

(25)
  • 5.8k
  • 1
  • 1.9k

રાજકુમાર વાત ૧૯૯૬ ની સાલની છે.એક પત્રકારે જયારે રાજ કુમારને તેની બીમારી વિષે પૂછયું ત્યારે રાજ કુમારે તેની આગવી અદામાં રૂઆબ સાથે જવાબ આપ્યો હતો..”રાજ કુમાર કો હોગા તો કેન્સર હી હોગા ના ? કોઈ સર્દી ઝુકામ થોડા હી હોગા ?” પોલીસ સબ ઇન્સ્પેક્ટરની સર્વિસ દરમ્યાન તાલીમ પામેલું કસરતી શરીર અને કડક ચહેરાના માલિક રાજકુમારે સ્વપ્નમાં પણ ફિલ્મોમાં કામ કરવાનું નહોતું વિચાર્યું. પોતાની શરતોએ જ કામ કરનાર આ અભિનેતાનો ઉર્દૂ પર ગજબનો પ્રભાવ હતો.આઠ તારીખે રાજ કુમારની જન્મજયંતી છે. રાજકુમારનો દબદબો “હમરાઝ” માં જોરદાર હતો. જે અભિનેતાના ઈન્ટરવલ સુધી માત્ર સફેદ શૂઝ જ દર્શાવાવમાં આવે છતાં પ્રેક્ષકો તેના શૂઝ જોઇને