અંત પ્રતીતિ નીતા કોટેચા (૯) ઓચિંતો વળાંક જિંદગીમાં કોઈક લેણાદેણી હોય ત્યારે ભેગા થવાય છે, મિત્રતાની હુંફમાં અણજાણી રીતે ઓગળી જવાય છે. એક દિવસ સાંજે ધ્વનિ અને મનસુખરાય ઓફિસની વાતો કરતાં હિંચકા પર બેઠા હતાં, ત્યારે અચાનક સમીર અને વર્ષા ત્યાં આવ્યાં. હમણાં ખૂબ કામ રહેતું હોવાથી સમીર અને વર્ષાને સમય ઓછો મળતો હતો, તેથી ઘણા દિવસે તેઓ મળવા આવ્યાં. મનસુખરાય ગાર્ડનમાં જવાના હતા પરંતુ ત્યાં જ બેસી ગયા. ઘણા દિવસે આવ્યા તેથી મનસુખરાય ફરિયાદના સૂરમાં બોલ્યા, “કેમ બેટા, અંકલને ભૂલી ગયો ને? કેમ હમણાંથી દેખાતો નથી?” સમીરે કહ્યું, “સોરી અંકલ, ઓફિસમાં જ કામ એટલું વધારે હતું કે ઘરે આવવા