માથાભારે નાથો (34) રામા ભરવાડની ગેંગ, રાત્રે મેટાડોર(નાનો ટેમ્પો) લઈને એના તબેલા પરથી નિકળી ત્યારે રાતનો દોઢ વાગ્યો હતો. કામરેજથી સુરત જતો સિંગલ પટ્ટી રોડ સુમસામ હતો.સરથાણાં જકાતનાકા પર એક બે પોલીસ ઉભા રહેતા પણ જોરુભાને ખાતામાં ઓળખાણ હતી,અને જોરુભા ત્યાંથી જ સાથે આવવાના હતા એટલે ચિંતા નહોતી.રામો એનું બુલેટ લઈને સરથાણા જવા નીકળ્યો હતો. મેટાડોરમાં ગ્રીલ કાપવાના કટર, અને તિજોરી ઉપાડવા જરૂરી લાગ કરવા માટે લોખંડના પાઈપ પણ સાથે લેવામાં આવ્યા હતા. ભીમજી આજની રાત નરશીના કારખાનામાં જ સુઈ રહ્યો હતો. મેટાડોરમાં ડ્રાઇવર અને બીજા બાર જણ સામેલ હતા.સાત રામાના સાગરીતો અને બીજા ચાર જણ ભીમો લાવ્યો હતો. નંદુડોશીની વાડી તરીકે