એક નવું જંગલ

  • 7.2k
  • 3
  • 3.4k

જંગલો સાફ થવાના કારણે ત્યાંના પ્રાણીઓની મુશ્કેલી દિવસે ને દિવસે વધી રહી હતી એટલે બધા પ્રાણીઓ એ નક્કી કર્યું કે હવે આપણે જ એક નવા જંગલનું સર્જન કરવું પડશે.. એટલે પ્રાણીઓના મુખ્યા રાજા સિંહ પાસે આવેદન લઈ ને ગયા.. સિંહ પણ ચિંતિત થઈ આ વિષે જ ચિંતન કરતા હતા ત્યારે બધા મુખ્યા ત્યાં આવી ગયા.. સિંહએ પૂછ્યું, "બોલો શુ કામ પડ્યું મારુ અત્યારે"? એટલે એક મુખ્યાએ કીધું, " રાજાજી આપ તો જાણો જ છો કે જંગલ સાફ થઈ રહ્યા છે જેણે લીધે આપણે રહેવામાં મુશ્કેલીઓ પડી રહી છે એટલે માટે અમે એવું નક્કી કર્યું છે કે એક નવું જંગલ બનાવીશું..