લાગણીઓને ઉંમરના ઉંબરા નથી નડતા જેમ, પર્વતોને અવાજના પડઘા નથી નડતા, હરખાય શકે છે ક્યારેય પણ એ પ્રિયતમાંનુ મુખ જોઈ સાહેબ કે, પ્રણયને ક્યારેય જગા કે વર્ષો નથી નડતા. પાંત્રીસ વર્ષની સુપ્રિયાએ નાહિધોઈને, જલ્દી થી ચા નાસ્તો પતાવ્યો ના , એને ક્યાંય જવાની ઉતાવળ ન હતી પણ , આજે રવિવાર હતો ને,અને રવિવારના દિવસે એણે શહેરના ખૂણે ખૂણેથી પોતાના માટે આવેલા પત્રો વાંચવાના હોય છે અને બને એટલા પત્રોના વળતા જવાબ પણ આપવાના હોય છે. એકચ્યુલી સુપ્રિયા માથુર એક લેખિકા હતી. ન્યૂઝ પેપર માં એના લેખ , કવિતા અને વાર્તા છપાતા હતા એટલે શહેરના ખૂણે ખૂણે એના ફેન એના ચાહકો