દરેક સ્ત્રી સહનશીલતાની મૂર્તિ છે. એ મૂંગે મોઢે બધું સહન કરી લેતી હોય છે. પણ, વાત જ્યારે એના અસ્તિત્વ કે સ્ત્રીત્વ પર આવે ત્યારે એ ખપ્પર પકડતાં પણ ગભરાતી નથી. એ નમણી નાર જ્યારે પુરુષની બાહોપાશમાં હોય ત્યારે કેવી નાજુક લાગે છે! એનાથી અનેક ઘણી ભયાનક પોતાના સ્ત્રીત્વને બચાવવા બનતી હોય છે. સ્ત્રી જન્મ આપે છે, તો સંહારક પણ બની જ છે. અને બનવું જ જોઈએ. એનામાં ગજબની સહનશક્તિ છે . ત્યારે જ તો એ મા બનવા જેવું મોટું કાર્ય કરતી હોય છે. રજસ્વાલા શબ્દ કહો કે, માસિક ધર્મ કે પિરિયડ- આ બધાં જ શબ્દોનો અર્થ એક જ થાય છે