એન્જિનિયરિંગ ગર્લ - 15

(137)
  • 9.3k
  • 17
  • 2.8k

એન્જિનિયરિંગ ગર્લ ~ હિરેન કવાડ ~ પ્રકરણ – ૧૫ “ બન્ને ” ‘હેય, વિવુ, આઈ વોન્ટ ટુ ફ્રી યુ ફ્રોમ ઑલ બોન્ડ.’, અંકિતાએ વિવાનનો હાથ પકડી રાખ્યો હતો. વિવાન માત્ર અંકિતાની આંખોમાં જોઈ રહ્યો. ‘હું નથી ચાહતી કે મારાં પ્રેમને લીધે તું બંધાઇ રહે. જો તને ઇચ્છા થાય તો તું સ્મોક કરી શકે છે. હું તને નહીં રોકુ.’, અંકિતા કહેતી વખતે ખૂબ જ શાંત અને સિરિયસ હતી. એમનો પ્રેમ એટલો પાકી ગયો હતો કે બંને એકબીજાને મુક્ત કરી દેવા માંગતા હતાં. આકાશમાં પૂર્ણ ચંદ્ર હતો અને બંનેએ લહેરાતા ખેતર વચ્ચે હમણાં જ પૂર્ણ પળોને માણી હતી. પ્રેમમાં બધું આપવાનું હોય