એન્જિનિયરિંગ ગર્લ ~ હિરેન કવાડ ~ પ્રકરણ – ૧૦ ભાગ ૧ વર્તમાન અને ભૂતકાળ દરેકને પોતાના સિક્રેટ્સ હોય છે. રહસ્ય એ બીજું કંઈ નહીં પણ સત્ય પરનો પરદો જ છે, જ્યારે રહસ્ય કૃત્રિમ રીતે બનાવવામાં આવે ત્યારે તેને અસ્ત્ય પરનું આવરણ પણ કહી શકાય. રહસ્ય ક્યારેક ચોંકાવનારું હોય, ક્યારેક વિસ્મિત કરનારું, ક્યારેક શાંતિ કે હાંશકારો આપનારું. ક્યારેક દુખી કરનારું, ક્યારેક હર્ષની સિમાઓ પર પહોંચાડનારું, ક્યારેક હૃદયને શોકથી ભરનારું, ક્યારેક વિશ્વાસોના તાંતાણા બાંધનારું તો ક્યારેક વિશ્વાસને એક જાટકે તોડનારું. રહસ્યને હંમેશા ભૂતકાળ સાથે લેવા દેવા હોય છે. રહસ્યને હંમેશા વર્તમાનની લજ્જા હોય છે. રહસ્યને એનો ભૂતકાળ ખૂબ પ્રિય હોય છે. એટલો