એન્જિનિયરિંગ ગર્લ - 8 - 1

(97)
  • 5.9k
  • 6
  • 3k

એન્જિનિયરિંગ ગર્લ ~ હિરેન કવાડ ~ પ્રકરણ – ૮ ભાગ - ૧ મારો પરિવાર ગુલાબી ઠંડી, ક્ષિતિજ પર હજુ હમણા જ નીકળેલો સૂર્ય કેસરી આભા પાથરી રહ્યો હતો, ઠંડો પવન અને કૂણો તડકો મારાં શરીરને માદક હૂંફ આપી રહ્યો હતો. સવારના સવા સાત વાગ્યા હશે, હું ટેરેસની પાળી પર બેસીને ઊગતા કેસરી સૂર્ય સાથે આંખો મેળવી રહી હતી. વિચારશૂન્ય થઈને કુદરતની કલાને હું માણી રહી હતી. આ જ સૂર્ય હતો જેણે મને ત્રણ વર્ષ પહેલાં જીવન જીવવાની એક આશા આપી હતી. કૂણો તડકો પાથરતો સૂર્ય અત્યારે ઇશ્વર સમાન લાગી રહ્યો હતો. *** મમ્મી આરોહીબેન, પપ્પા પ્રફૂલભાઈ, ૧૨ વર્ષની નાની બહેન