સુખનો પાસવર્ડ - 33

(25)
  • 3.5k
  • 7
  • 1.1k

આર્થિક સલામતી સાથે જીવતા એક યુવાનના જીવનમાં આડત્રીસ વર્ષની ઉંમરે ઝંઝાવાત સર્જાયો ત્યારે... મુશ્કેલ સંજોગોમાં હિંમત ન હારનારાઓ સફળતા મેળવી શકે છે સુખનો પાસવર્ડ આશુ પટેલ દોઢ દાયકા અગાઉની વાત છે. એક યુવાનની સલામતીભરી જિંદગીમાં અચાનક ઝંઝાવાત આવ્યો. તે યુવાન ધંધો કરીને દર મહિને એક લાખ રૂપિયા કમાતો હતો, પણ અચાનક તેની જિંદગીએ અણધાર્યો વળાંક લીધો અને તેનું જીવન સંઘર્ષમય બની ગયું. આર્થિક સલામતી સાથે જીવી રહેલા તે યુવાનના ખરાબ દિવસો શરૂ થયા એ વખતે તે યુવાન પાસે માત્ર 160 રૂપિયા બચ્યા હતા. તેની પાસે બે રસ્તા બચ્યા હતા: એક તો પલાયનવાદનો રસ્તો અપનાવીને જીવન ટૂંકાવી લેવું અથવા તો અનિશ્ચિત