સુખનો પાસવર્ડ - 32

(17)
  • 4.3k
  • 1
  • 1.2k

જીના ઈસીકા નામ હૈ! તમારા જીવનમાં કોઈ મુશ્કેલી આવી પડે ત્યારે એક વાર 90 વર્ષના શીલા ઘોષને યાદ કરજો. કદાચ તમને તમારી મુશ્કેલી નાની લાગશે! સુખનો પાસવર્ડ આશુ પટેલ પશ્ચિમ બંગાળના પાલીમાં એક ગરીબ બંગાળી કુટુંબ રહે છે. એ કુટુંબમાં પાંચ સભ્યો હતા. એ કુટુંબના મોભી 79 વર્ષનાં દાદીમા શીલા ઘોષ હતાં. શીલા ઘોષનો પુત્ર જે કમાણી કરતો હતો એમાંથી એમના ઘરનું ગુજરાન ચાલતું હતું. ઘોષ કુટુંબના સપનાં બહુ ઊંચાં નહોતાં એટલે એ કુટુંબ સંતોષી જીવન ગાળતું હતું. પણ અચાનક ઘોષ કુટુંબની કસોટી શરૂ થઈ. એક દિવસ શીલા ઘોષના 55 વર્ષના પુત્રની તબિયત લથડી. તેણે પહેલા તો એક સામાન્ય ડૉક્ટરની