સુખનો પાસવર્ડ - 28

(22)
  • 3.5k
  • 4
  • 1.2k

સહાધ્યાયીઓની ટીખળનું નિશાન બનનારા વિદ્યાર્થીએ પોતાનું નામ અમર કરી દીધું! લોકો હાંસી ઉડાવે તો પણ પોતાની માન્યતા ન છોડવી જોઈએ સુખનો પાસવર્ડ આશુ પટેલ એક નાના છોકરાને વિજ્ઞાન પ્રત્યે બહુ લગાવ હતો. નાની ઉંમરથી જ તેણે વિજ્ઞાન અને વિજ્ઞાનીઓ વિશેનાં પુસ્તકો વાંચવાનું શરૂ કરી દીધું હતું. તે વિદ્યાર્થીની સાથે ભણતા બીજા વિદ્યાર્થીઓ તેની ટીખળ કરતા અને ઘણી વાર હાંસી પણ ઉડાવતા. જોકે તે છોકરો બધાને ગણકાર્યા વિના પોતાને ગમતા વિષયનાં પુસ્તકો વાંચતો રહેતો. એક વાર તેના શિક્ષકે પણ તેને પૂછી લીધું કે તું માત્ર વૈજ્ઞાનિકો વિશેનાં અને વિજ્ઞાનના જ પુસ્તકો કેમ વાંચ્યા રાખે છે? બીજા વિષયનાં પુસ્તકો પણ વાંચવા જોઈએ