સુખનો પાસવર્ડ - 25

(29)
  • 3.9k
  • 6
  • 1.4k

મુસીબતો સામે લડવાની તૈયારી હોય તો વ્યક્તિ અશક્ય લાગતી વસ્તુને પણ શક્ય બનાવી શકે છે મુંબઈની કૃતિકા પુરોહિતે માત્ર આઠ વર્ષની ઉંમરે આંખોની રોશની ગુમાવી દીધી એ પછી હતાશ થઈને બેસી રહેવાને બદલે કશુંક કરી બતાવવાનો નિશ્ચય કર્યો અને અનેક અવરોધોનો સામનો કરીને તેણે પોતાની મહત્ત્વાકાંક્ષા પૂરી કરી બતાવી સુખનો પાસવર્ડ આશુ પટેલ મુંબઈના નાલાસોપારા ઉપનગરની રહેવાસી કૃતિકા પુરોહિત આઠ વર્ષની હતી ત્યારે તેની આંખની નસમાં ઈજા થતાં તેની બંને આંખોમાંથી રોશની જતી રહી. તેને સંપૂર્ણપણે દેખાતું બંધ થઈ ગયું. એ વખતે કૃતિકા ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી. તેણે નાની ઉંમરમાં દૃષ્ટિ ગુમાવી દીધી એ પછી તેના કુટુંબીજનો ચિંતા કરતા