મંદિર કે મોલ?: ધંધા હૈ ઓર ગંદા હૈ યે..!

  • 4.5k
  • 1
  • 1.4k

મંદિર કે મોલ?: ધંધા હૈ ઓર ગંદા હૈ યે..! થોડાં દિવસ પહેલા એક મંદિરની મુલાકાતે જવાનું થયું. સામાન્ય રીતે આવી મુલાકાતો માટે દર્શન શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે, પણ પરમ તત્ત્વ પ્રત્યેની મારી આંતરિક આસ્થા સાબૂત હોવા છતાં મને ત્યાં મંદિર જેવી ઓછી અને કોઈ શોપિંગ મોલ જેવી ફિલિંગ વધુ આવી. મોલ્સમાં પણ એક સાથે અનેક સ્કિમો ચાલતી હોય છે અને અહીં પણ અનેક 'સ્કિમો' નજરે ચડી! હોવ...હમ્બો...હમ્બો...! કેટલાક ધાર્મિક સ્થળો અને મોલ વચ્ચે ફરક માત્ર એટલો હોય છે કે મોલમાં આપણને ખબર હોય છે કે ત્યાં વેપાર ચાલી રહ્યો છે! તમે બહુ ફ્રસ્ટ્રેટ હોવ ત્યારે ઘણીવાર શોપિંગ રાહત આપે