ફાઈવ સ્ટાર હોટલ અને મધ્યમવર્ગ : દો નંગ કેલે કી કિંમત તુમ ક્યા જાનો રાહુલબાબુ...!

  • 5.1k
  • 1.5k

ફાઈવ સ્ટાર હોટલ અને મધ્યમવર્ગ : દો નંગ કેલે કી કિંમત તુમ ક્યા જાનો રાહુલબાબુ...! એક વખત એવું બન્યું કે ચંદિગઢની ફાઈવ સ્ટાર હોટેલ જે.ડબલ્યૂ. મેરિયોટ રોકાયેલા બોલિવૂડ એક્ટર રાહુલ બોઝે રૂમમાં પોતાના માટે બે કેળાં મંગાવ્યા. એની સાથે આવેલુ બિલ જોઈને તેમના અંતરઆત્માને પણ હેડકી અને મગજમાં ખાલી ચડી ગઈ. બિલ હતું પૂરા ચારસો બેંતાલિસ રૂપિયા અને પચાસ પૈસાનું. રાહુલે મનોમન વિચારી પણ લીધું હશે કે સારું થયું કે ડઝન કેળાં ન મંગાવ્યાં. રાહુલ બોઝને બિલકુલ એવી લાગણી થઈ આવી જેવી આજે પણ મારા જેવા મધ્યમવર્ગીય માણસને મલ્ટિપ્લેક્સમાં ધરાર એમના ફૂડ કાઉન્ટર પરથી જ દસ રૂપિયાની ધાણી માટે દોઢસો-બસો