પતંગ લૂંટવાની કળા: ધાબાથી ગલી અને ગલીથી ધાબા સુધી!

  • 3.4k
  • 2
  • 1.5k

પતંગ લૂંટવાની કળા: ધાબાથી ગલી અને ગલીથી ધાબા સુધી! બેંકો હોય કે દેશ, કહે છે કે લૂંટવાની લગભગ તમામ કળાઓમાં ભારતીયોની માસ્ટરી છે! લૂંટવાની વાત નીકળી છે તો કહી જ દઉં કે હિન્દી ફિલ્મોના ગીતોને શિદ્દતથી ફોલો કરીએ તો લાગે કે આપણે ત્યાં સૌથી વધુ લૂંટાયેલી ચીજ દિલ જ હશે. દિલની લૂંટ એ એવી ઘટના છે જેની ક્યાંય એફઆરઆઈ થતી નથી કે નથી એના માટે કોઈ તપાસપંચ રચાતા. દિલ લૂંટાવાની ઘટના તો ‘મૂંગી... મનમાં જાણે’ જેવી હોય છે. ચાંદ કો ક્યા માલૂમ ચાહતા હૈ ઉસે કોઈ ચકોર... હોઓઓઓ....! હોવ...હમ્બો...હમ્બો! વાત કરીએ પતંગ લૂંટવાની કળાની તો પતંગ ચગાવવાના માસ્ટર્સ તો વિશ્વના