જંતર-મંતર - 28

(102)
  • 9.6k
  • 8
  • 6.1k

જંતર-મંતર ( પ્રકરણ : અઠયાવીસ ) સિકંદર અટકી ગયો અને થોડીક વાર પછી કમરાની ખામોશી ચીરતાં એણે કહેવા માંડયું, ‘એ અઘોરી પોતાના કામમાં ખૂબ વ્યસ્ત હતો. એના આખાય શરીર ઉપર એક પણ કપડું નહોતું. હજારો વરસથી તે નહાયો ન હોય તેમ તેની ચામડી ઉપર મેલના થર જામેલા હતા. માથાના વાળ તો કોઈ પંખીના માળાની જેમ અસ્તવ્યસ્ત અને લુખ્ખા હતા. એના વાળથી જ એનું અડધું મોઢું ઢંકાઈ ગયું હતું. છતાંય બીજાઓ કરતાં આ અઘોરી મને કંઈક ઠીક અને ભલો લાગતો હતો. લગભગ આખો દિવસ તે ત્યાં બેઠો-બેઠો પોતાની જાંઘ છોલતો રહ્યો, રાતના એણે પોતાની જાંઘ ઉપર એક લાંબો ચીરો મૂકયો અને