મારી ચૂંટેલી લઘુકથાઓ - 65

(12)
  • 3.7k
  • 998

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા ચકલીની આંખ ક્યાંક બીજે જ હતી વિનોદ મિશ્ર શહેરના એક લોકપ્રિય દૈનિકના સંવાદદાતા જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે તો સભાગૃહ ખીચોખીચ ભરાઈ ગયો હતો. નગરશેઠ દ્વારા હિન્દી દિવસના ઉપલક્ષમાં સમગ્ર રાજ્યના સાહિત્યકારો, શિક્ષાવિદો, કલાકારો તેમજ સમાજસેવીઓનું સન્માન થઇ રહ્યું હતું. મંચની આદરણીય ખુરશીઓ પર શહેરની નામી અને જાણીતી હસ્તીઓ બિરાજમાન હતી. એક રાજનૈતિક પાર્ટીના પ્રમુખ વચ્ચેની ખુરશીમાં અધ્યક્ષના રૂપમાં શોભાયમાન હતા. મંચની બંને તરફ અને સભાગૃહની દીવાલો પર આયોજકના મોટા મોટા કટઆઉટ્સ સજાવવામાં આવ્યા હતા. વિનોદ મિશ્રએ ફટાફટ ચારપાંચ દ્રશ્યો પોતાના કેમેરામાં કેદ કરી લીધા અને પછી આજુબાજુ જોઇને ખાલી ખુરશીની શોધ કરવા