મહેકતા થોર.. - ૨૬

(27)
  • 3.5k
  • 3
  • 1.4k

ભાગ-૨૬ (આગળના ભાગમાં આપણે જોયું કે વ્યોમે હોસ્પિટલનું નિર્માણ કરવાનું વિચાર્યું ને એ કામ આગળ વધ્યું, પણ હવે વ્યોમ સામે અલગ પરિસ્થિતિ નિર્માણ થઈ. એને ફરી ઘરે જવાનો સમય આવી ગયો, હવે આગળ....) વ્યોમ પ્રમોદભાઈને કઈ કહે ત્યાં વ્રતી આવી ગઈ. વ્રતી ને પ્રમોદભાઈ વાતો કરતા હતા. વ્યોમ ચુપચાપ ત્યાં ઉભો રહ્યો. પ્રમોદભાઈ બોલ્યા, "વ્રતી દીકરી તારી સાધના આખરે ફળી ખરી. આ તારો ને વિરલનો જ વિચાર છે જે સાકાર પામી રહ્યો છે. તને ખૂબ ખૂબ અભિનંદન દીકરા. તારા થકી જ મને મારા વ્યોમનું આ સ્વરૂપ મળ્યું. હું તારું ઋણ ક્યારેય નહીં ભૂલી શકું...." વ્રતી ગદગદિત થતા બોલી, "કાકા !