અમે બેંક વાળા - 13 - ચોથા વર્ગનો માણસ

  • 3.7k
  • 1
  • 1.7k

13. ચોથા વર્ગનો માણસઆ વાત મેં સાંભળેલી છે. પાત્રોનાં નામ તો ન જ જણાવાય પણ સાચી છે અને અગાઉનાં પ્રકરણની જેમ જલ્દી માનીએ નહીં તેવી છે. અગાઉની વાત 'જોડલું'નાં સાચાં પાત્રોને ઓળખી બતાવનાર વાચક પણ મળી આવેલા.તો એ પ્રસંગ. સરકારમાં પટાવાળા કલાસ 4 કહેવાય, કલાસ 3 નોન ગેઝેટેડ અને ગેઝેટેડ અધિકારીઓ કલાસ 2, એ થી ઉપર કલાસ1, સુપર કલાસ1.જ્યારે બેંકમાં? હું નોકરીમાં રહ્યો તે જ વર્ષે પિલ્લાઈ કમિટીની ભલામણ મુજબ ઓફિસરોનાં પગાર ધોરણ અને કામગીરી મુજબ ગ્રેડ આવ્યા. તાજો ડાયરેકટ ઓફિસર કે ક્લાર્કમાંથી પ્રમોટ સ્કેલ 1, મિડલ મેનેજમેન્ટ સ્કેલ 2, સિનિયર મેનેજર સ્કેલ 3. હું નિવૃત્ત થયો સ્કેલ 4 ચીફ મેનેજરમાં.