પ્રિત એક પડછાયાની - ૩૯

(48)
  • 4.3k
  • 1.7k

શિવરામચાચા ઘરની બહાર ગયાં..સૌમ્યકુમારી અને સિંચનકુમાર એકબીજા સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યાં. હવે જો અહીં પણ આશરો નહીં મળે તો ક્યાં જઈશું...એટલામાં ચાચા અંદર આવ્યાં ને સિંચનકુમારનાં પગમાં પડી ગયાં..ને બોલ્યાં " અમે તમને અહીં રહેવા આશરો નહીં આપી શકીએ...મને માફ કરશો."સિંચનકુમાર તેમને ઉભાં કરતાં બોલ્યાં, પણ કેમ ?? અમે તમને જરાં પણ પરેશાન નહીં કરીએ. હું એકલો હોત તો વનવગડામાં પણ રહી લેત પણ..."ચાચા : " પરેશાનની વાત નથી રાજન્. પણ અમે રહ્યાં સામાન્ય વસ્તીનાં માણસો. તમને રાજારાણીને અમે આવી અમારી વસ્તીમાં કેવી રીતે રાખી શકીએ. અમારે અહીં કોઈ સવલત ન હોય... રાજા મહારાજા સાથે રહેવાનું કેવી રીતે એ