સૌમ્યકુમારની સિંચનકુમારે જે રીતે એક રાજકુમાર અને ભવિષ્યના રાજા માટે આગતાસ્વાગતા કરી એ જોઈને સૌમ્યકુમાર પ્રભાવિત થઈ ગયાં..પણ એકવાતથી વધારે ખુશ થઈ રહ્યાં છે મનોમન કે સિંચનકુમારનાં બહેન રાજકુમારી નંદિની સૌમ્યકુમારની બહું કાળજી રાખી રહ્યાં છે. સિંચનકુમાર ખુબ સારી રીતે એમને સાચવે છે...પણ સૌમ્યકુમારે અને સાવજે એક વાત નોંધી કે તેમનાં માતા ચેલણારાણી તેમનાં આગમનથી ખુશ નથી. સૌમ્યકુમારને લાગ્યું કે કોઈ પણ રીતે આ બે ભાઈ બહેન સાથે મિત્રતા કરીને રાજપરિવારનાં અંદરનાં રહસ્યો જાણવા પડશે.એ પહેલાં સૌમ્યાકુમારીના સિંચનકુમાર સાથે વિવાહનું વિચારી ન શકાય. આટલું બધું સરસ છે...લોકો આટલાં ખુશ છે. પોતાનો આટલો સારો પરિવાર છે પણ જાણે એ પરિવાર સાથે