પ્રિત એક પડછાયાની - ૩૦

(53)
  • 4.4k
  • 3
  • 1.8k

સૌમ્યાકુમારી બેભાન થઈને ઢળી પડતાં જ બધાં આવી ગયાં... સંધ્યા બહું ચાલાક છે બધાનું ધ્યાન ન ગયું પણ એનું ધ્યાન તરત ગયું કે રાજકુમારીનાં હાથમાં એક કાગળ છે એમાં કંઈક લખાણ છે. બધાં થોડી એની આળપંપાળમાં હોય છે ત્યાં જ સંધ્યા એ કાગળ લઈને એની પાસે છુપાવી દે છે...પછી થોડીવારમાં રાજકુમારી ભાનમાં આવતાં એને એનાં કક્ષમાં લઈ જવામાં આવે છે. સંધ્યા રાજકુમારીને થોડો આરામ કરાવીને પુછે છે. રાજકુમારી કેવું છે હવે ?? રાજકુમારી : સારૂં છે.. પણ.. સંધ્યા : રાજકુમારી માફ કરજો પણ મેં તમારાં હાથમાં રહેલો કાગળ વાંચી લીધો છે... રાજકુમારી : પણ હવે શું ?? મને એમ થાય