તો અફવા અચ્છી હૈ... કેટલાંક ફેલાવવા જેવા પડીકાં...!

  • 4.4k
  • 2
  • 1.4k

તો અફવા અચ્છી હૈ...: કેટલાંક ફેલાવવા જેવા 'પડીકાં'...! અફવાને હાથ કે પગ નથી હોતા. એ ઈશ્વર જેવી હોય છે - અદ્રશ્ય અને નિરાકાર. મજાની વાત એ છે કે ઈશ્વરની જેમ એ પણ નરી આંખે દેખાતી ન હોવા છતાં કેટલાંક લોકો તેના પર ઈશ્વર જેવો જ ભરોસો કરતાં હોય છે. જોકે, અફવા તો એવી હોય છે કે એ ઈશ્વરને પણ બક્ષતી નથી હોતી ને એના કારણે ઈશ્વર પણ રાતોરાત 'દૂધ પીતાં' થઈ જાય છે. કેટલાક નાસ્તિકોના મતે તો ઈશ્વર પણ એક અફવા છે. ખેર, આવી જ એક અફવાના કારણે એકવાર કેરળમાં જોવા જેવી થઈ. 2 ઓગસ્ટ 2019ના ગુરુવારે સવારે કેરળના મુન્નારની