પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-9 વિદ્યુ-વૈદેહી.. વિધુનાં ઘરે ફરીથી પ્રેમ આનંદ કર્યો મધુરજની મધુર માણી અને વૈદેહી ઘરે ગઇ. પછી ફોન પર વાત કર્યા કરી. મીઠી મીઠી યાદો માણ્યાં કરી. વિધુએ કહ્યું ચાલ થોડું ભણી લઇએ નહીંતર એક્ઝામમાં શું કરીશું?. ઈમ્પોર્ટન્ટ નોટ્સ બનાવી લઊ. બાય કહીને ફોન મૂકેલો. ********** અઘોરનાથે હવનકૂંડમાં આહુતિ નાંખી અને અગ્નિ જવાળાઓ વચ્ચે એક આકૃતિ રચાઇ. અને બાબાએ એને ખૂબ તપાવ્યો એની ચીસોથી આખી શેષનાગ ટેકરી ભયાવહ થઇ ગઇ. આવેલા બીજા લોકો ડરથી ધ્રુજી ગયાં. કોઇએ આંખો મીચી દીધી કોઇએ ચીસો પાડી ગોકર્ણએ બધાને શાંત બેસવા કહ્યું "માં નો દરબાર છે અહીં પાપી આત્માઓનેજ ડર લાગે છે બાકી બધાનું