આ તરફ હોટેલ પર પરત ફરી એજાજ કાસીમ સાથે થયેલી વાતચીત હુસેન અલીને જણાવ્યું એ ઉપરાંત એ પણ જણાવ્યું કે આ બંને ને રાત્રે મોડેથી આપણે તેના ગોદામ પહોંચાડીશું. એ માટે આપણે પહેલા બે મોટી બેગ ની વ્યવસ્થા કરવી પડશે. જેથી અહીંથી બહાર નીકળવામાં આપણને સરળતા રહે. એજાજે મહમદ ને એ બેગ લઇ આવવા જણાવ્યું સાથે જમવાનું પણ લઈ આવવાનું કહ્યું જેથી હોટેલ પર જમી શકાય. મહમદ બેગ તેમજ જમવાનું લેવા માટે બહાર નીકળ્યો. બરોબર તેના થોડા સમય પહેલા જ પાર્થ અને બધા મિત્રો જમવા માટે નીકળ્યા હતા. મહંમદ ઝડપથી બજારમાં ગયો ત્યાંથી તેને બૅગ ની ખરીદી કરી તેમ જ