જંતર-મંતર - 26

(103)
  • 11.2k
  • 4
  • 6.3k

જંતર-મંતર ( પ્રકરણ : છવ્વીસ ) મનોજનો ચહેરો ધીમે-ધીમે બદલાવા લાગ્યો. એના ચહેરા ઉપર વાળ ફૂટી નીકળ્યા, એની આંખોના ડોળા મોટા લાલ થવા લાગ્યા. એના આગલા બે દાંત લાંબા થયા. મનોજના એ બદલાતા અને ભયંકર બનતા જતા, બિહામણા ચહેરાને હંસા વધુ વાર જોઈ શકી નહીં અને એ જોશથી એક ભયભરી ચીસ નાખીને તમ્મર ખાઈને ઢળી પડી. એને સહેજ કળ વળી ત્યારે એની પાસે ઊભેલો મનોજ એની પીઠ ઉપર હળવે-હળવે હાથ ફેરવતો હતો. હંસાને ભાનમાં આવેલી જોઈને એણે પૂછયું, ‘હંસા, શું થયું ? કેમ છે હવે ?’ હંસાએ પોતાના પતિ મનોજ સામે ભયભીત નજરે જોયું. પછી ઝડપથી આખાય કમરામાં નજર ફેરવતાં