મારી ચૂંટેલી લઘુકથાઓ - 62

  • 4.1k
  • 995

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા શોક ઉત્સવ પન્નાલાલ શેઠ છ દિવસ પહેલા ચાલતા ફરતા અચાનક જ ગૌલોકવાસી થઇ ગયા. પોતાની પાછળ તેઓ લીલીવાડી છોડીને ગયા છે. પ્રપૌત્રએ તેમને સોનાની ઠાઠડી પર મુક્યા છે. આજે રવિવાર છે. પરિવાર શોક મનાવવા માટે એકત્રિત થયો છે. પન્નાલાલની વિધવા જાનકીદેવીના પિયરથી એમના ભાઈઓ અને ભાભીઓ, બહેનો અને બનેવીઓ તથા કુટુંબના અન્ય લોકો વિશેષરૂપે આવ્યા છે. પન્નાલાલના ત્રણેય દીકરાઓ અને વહુઓ, દીકરીઓ અને જમાઈઓની સાથે આખો પરિવાર ‘પંચાયતી મોટી ધર્મશાળા’માં હાજર છે. વાતાવરણ અત્યંત ગમગીન અને ભારે છે. બહારથી જ્યારે પણ કોઈ સ્ત્રી અંદર આવે છે ત્યારે તે રડતી રડતી જાનકીદેવીની તરફ