સાંજભાગ - ૩એ જ સમયે ઘરની ડોર બેલ વાગી,અરમાન સફાળો ઉભો થયો. ઘરની બહાર લાગેલા સિક્યુરીટી કેમેરાની દરવાજા ઉપર લાગેલી સ્ક્રીનપર શ્યામ શ્યામને આવેલો જોઇને અરમાને બેભાન થયેલી જીયાને થોડી સાઈડમાં ખસેડીને દવાજો ખોલ્યો.“શું છે? કહ્યું હતું ને કે કોલ કરું ત્યારેજ આવજે, આટલો જલ્દી કેમ આવી ગયો.” શ્યામને દરવાજા પર જ રોકતા અરમાને કહ્યું.“સાહેબ, તમારા અંકલ મિ. ઉપેન તોગડિયા આગળની શેરીમાં જ હતા, કદાચ અહી આવી શકે અચાનક એટલા માટે...”“ઓકે ઓકે...જલ્દી અંદર આવ.” અરમાને આખો દરવાજો ખોલીને શ્યામને ઝડપથી અંદર આવવાનો ઈશારો કરતા કહ્યું.“આને શું થયું...?” અંદર આવતા જ જીયા પર નજર પડતા શ્યામે કહ્યું.“તું વધારે સવાલ ન કર,