જંતર-મંતર - 25

(119)
  • 10.1k
  • 7
  • 6.3k

જંતર-મંતર ( પ્રકરણ : પચીસ ) સુલતાનબાબાએ ફૂંક મારી એ સાથે જ તાસકમાં બહુ મોટો ભડકો થયો. જો સુલતાનબાબાએ સમયસર ચેતીને પોતાનું મોઢું ખસેડી લીધું ન હોત તો એમનો આખોય ચહેરો બળીને ભડથું થઈ ગયો હોત. મોટા ભડકા સાથે જ માળા બહાર ખેંચાઈ આવી અને સાથે સાથે સિકંદરની પણ એક કારમી ચીસ સંભળાઈ. અને રીમા પણ પેટમાં જોરદાર લાત વાગી હોય એમ પેટ પકડીને બેવડ વળી ગઈ. હવે રીમાનું ધૂણવાનું બંધ થઈ ગયું હતું. બન્ને હાથે પેટ પકડી રાખીને સુલતાનબાબાને એકીટસે જોઈ રહી હતી. એની આંખોમાંથી અંગારા વરસી રહ્યા હતા. કોઈ કરાટે કે કુંગ-ફૂનો ઉસ્તાદ ખેલાડી, પોતાના હરીફ સામે પેંતરો