દરિયા પર સંઘર્ષ

  • 1.9k
  • 541

ઠંડી લહેરો વચ્ચે શાંત સમુદ્ર નિદ્રાની તૈયારી કરી રહ્યો હતો. પરંતુ સમુદ્ર પર પોતાના હોડકામા બેઠેલ ધનજી પરસેવે રેબઝેબ થઈ બેચેન બનેલો હતો. હજુ અડધા કલાક પહેલા જ બાપ-દિકરો વધારે વકરો થશે તેના તડાકા મારતા હતા. અચાનક.... પવન....મોટું દરિયાનુ મોજું......હોડકુ ઉધું થયુ અને અંતે ધનજી માંડ એકલો બચ્યો. નારીયેળી પુનમના દિવસે દરીયાની પુજા કરી, ભવાની માતાની પુજા કરી કતપર બંદરથી નવા હોડકામા બાપ દિકરો સમુદ્ર ખેડવા નીકળ્યા હતા. ધનજીની આટલી લાંબી મુસાફરી પહેલી જ હતી. પોતાના બાપની સાથે દરીયાઈ જડીબુટ્ટીઓ અને બીજી ધણી વસ્તુઓ લઇ પંદરમાં દિવસે પાછા ફરી રહ્યા હતા. હવે અફાટ સમુદ્ર વચ્ચે ધનજી એકલો હતો.બાપને