બસ સ્ટેન્ડ પણ કેવી અજબ જગ્યા છે. નાની એવી દુનિયાજ સમજી લો. અલગ અલગ વિસ્તારના અને જુદા જુદા સ્થળે કામ કરવા વાળા જુદી જુદી પ્રકૃતિના લોકોનો રોજ થતો મેળાવડો. વળી બાજુમાં ફ્રૂટની લારી પર 30નું 500.......30નું 500....ની બૂમો પાડતા કાકા. લગોલગ એક નાની એવી પુસ્તકોની લાઇબ્રેરીનો ખજાનો. નવા નવા ચેહરા અને થોડા સમયની મુસાફરીને કારણે બનતા સ્માઇલિંગ ફ્રેંડ્સની ખિખિયારીઓ. બસ આવતાજ એક બીજાને ધક્કો મારીને ઓલિમ્પિક જીતવાવાળા મિલખા સિંહો અને દરેક ઋતુમાં હરિયાળી ખીલવતી બેંચોનો સમૂહ એટલે એક મોટા શહેરનું નાનુ એવું બસ સ્ટેન્ડ પણ આ વાત બસ સ્ટેન્ડની નહીં છે એક નાનકડા એવા હળવા ફૂલ પ્રેમની. રાહુલને મોડુ થતું