મહેકતા થોર.. - ૨૫

(24)
  • 3.6k
  • 3
  • 1.4k

ભાગ-૨૫ (આગળના ભાગમાં આપણે જોયું કે વ્યોમ ગામમાં એક મેડિકલ કેમ્પનું આયોજન કરે છે. બધી વ્યવસ્થા પ્રમોદભાઈ કરે છે. ડૉકટર આયુષ બધું મોનીટરીંગ કરે છે. હવે આગળ.....) ડૉકટર આયુષ કે. વર્મા... એક હોશિયાર, બાહોશ ને સફળ ડૉકટર. ને એમની સફળતાનો શ્રેય જાય છે પ્રમોદભાઈના શિરે. મેડિકલ કોલેજમાં એડમિશન લેવા આવ્યો ત્યારે આયુષ પાસે લાચારી સિવાય કંઈ ન હતું. ભણવામાં ખૂબ જ હોશિયાર પણ પુસ્તકો લેવાના પણ પૈસા એની પાસે ન હતા. એડમિશન તો હોશિયાર હતો એટલે મળી ગયું પણ હવે આગળની વ્યવસ્થા કેમ કરીને કરવી, એમ વિચારી રહેલા કોલેજના દરવાજા પાસે બેઠેલા આ છોકરાની આંખો પ્રમોદભાઈ સાથે મળી. ગાડી દરવાજા