આગલા ભાગમાં આપણે જોયું કે હસીના હરિણીને ફસાવે છે, હરિણી હસીના પાસેથી બધી માહિતી કઢાવવાનો પ્રયત્ન કરે છે, જયરાજ અને રાજુ હરિણીના ઘરે પહોંચે છે હવે આગળ, ઇન્સ્પેક્ટર જયરાજ અને કોન્સ્ટેબલ રાજુ હરિણીનાં ઘરની બહાર ઉભા રહીને બેલ મારે છે, દરવાજો ખોલતા જ એક ચાલીસેક વર્ષનો ભાઈ બહાર આવે છે, જયરાજ : હરિણી પાટડીયા અહીંયા જ રહે છે?? તે માણસ : જી હા સાહેબ, એ મારી પત્ની છે, હું અક્ષય પાટડીયા છું, શું કામ પડ્યું હરિણીનું?? જયરાજ : જુઓ તેઓ મુસીબતમાં છે એટલે જલ્દી કોલ કરો એમને, અમારા કોલ્સ તેઓ નથી ઉપાડી રહ્યા, અક્ષય : સર પણ એતો ક્યારની નીકળી ગઈ હતી મિટિંગ માટે... અત્યાર સુધીમાં