ચીનના એક નાનકડા ગામના લોકોએ પોતાની મુશ્કેલી જાતે દૂર કરી અને સાથે પોતાની જાણ બહાર વિક્રમ પણ સર્જી દીધો! દૃઢ મનોબળ, મહેનત અને ધીરજથી માણસ ધારે તો અશક્ય લાગતું કામ પણ કરી શકે સુખનો પાસવર્ડ આશુ પટેલ સાડા ચાર દાયકાથી વધુ સમય અગાઉની વાત છે. ચાઈનાના હેનાન પ્રાંતના હુઈકિસયાન શહેરથી થોડે દૂર ગ્યુઓ લિઆન કુન નામનું નાનકડું ગામ છે. એ ગામની નજીક તૈહાંગ પહાડ છે. ગ્યુઓ લિયાન કુન ગામના લોકોને આજુબાજુનાં ગામોમાં જવું હોય તો તૈહાંગ પહાડની ઊંચાઈએ પગદંડીઓ પર પગપાળા પ્રવાસ કરવો પડતો હતો. એ પગદંડીઓ અત્યંત જોખમી હતી. ગામના લોકોએ હુઈકિસયાન કે ઝિનઝિયાંગ જવું હોય તો પણ એ