પલ પલ દિલ કે પાસ - નરગીસ - 35

(12)
  • 5.1k
  • 1
  • 1.7k

નરગીસ ૧૯૪૮ માં રીલીઝ થયેલી “આગ” થી રાજકપૂર અને નરગીસની જોડી જામી હતી. તે જ વર્ષે રીલીઝ થયેલી અતિ સફળ ફિલ્મ “અંદાઝ” માં તો નરગીસની સાથે રાજકપૂર અને દિલીપકુમાર બંને હતાં. નરગીસનો જન્મ તા. ૧/૬/૧૯૨૯ ના રોજ કોલકત્તામાં થયો હતો. પિતા ઉત્તમચંદ મુલચંદ મૂળ રાવલપીંડીના રહેવાસી હતાં. માતા જદનબાઈ જાણીતા ક્લાસિકલ સિંગર ઉપરાંત હિન્દી સીનેજગતમાં નૃત્યનિર્દેશન સાથે પણ સંકળાયેલા હતા. નરગીસનું સાચું નામ ફાતિમા રશીદ હતું. ૧૯૩૫માં માત્ર છ વર્ષની ઉમરે તેણે બેબી નરગીસના નામથી બાળકલાકાર તરીકે કરિયરનો પ્રારંભ કર્યો હતો. ફિલ્મ હતી “તલાશ એ ઇશ્ક”. નરગીસની ઉમર ૧૪ વર્ષ થઇ ત્યારે મહેબુબખાને તેમની ફિલ્મ “તકદીર’ માં મુખ્ય નાયિકાનો રોલ