માંના હાથની રોટલી......

  • 3.7k
  • 1.1k

હેતાર્થ એના હેલિકૉપ્ટરમાં એક ગામ થી બીજા ગામ નિરીક્ષણ કરવા નીકળી પડ્યો હતો અને અચાનક જ એની નજર બે ગામ વચ્ચે એક તળાવ હતું ત્યાં પડી તરત જ હેતાર્થે એના પાયલોટને તળાવ પાસે જે હેલીપેડ હતું ત્યાં હેલીકોપ્ટર ઉતારવાનું કહ્યું. હેલીકોપ્ટર હેલીપેડ પર ઉતર્યુ જ છે ને તરત જ તળાવ પાસે ફરજ બજાવતા સિક્યોરિટી ગાર્ડે એક સ્પેશિયલ જીપ બોલાવી દીધી જે તળાવ ફરતે સહેલગાહ કરાવતી. હેતાર્થે જીપના ડ્રાઈવરને કહ્યું, "મને તુ સીધો વચ્ચે જ્યાં પાણીનું પંપીગ થઈ રહ્યું છે ને ત્યાં લઈજા, ત્યાં જોવું છે કે પાણીમાં ગંદકી કે કંઈ ક્ષાર તો નથી થઈ રહ્યો