પ્રકરણ-8પ્રેત યોની ની પ્રીત વૈદેહીએ વિધુનાં આવકારથી જ રાજી થઇ ગઇ... એ મનોમન એટલી ઉત્તેજીત થઇ ગઇ કે જે થવાનું હશે થશે હું વિધુનાં ઘરે જ જઊં એણે પરસાળમાંથી જ માં ને કહ્યુ "માં હું આવું છું ફાઇનલની બધી નોટસ લઇને એટલે રાત્રે મારાથી ભણી શકાય મારે બધાં ઘણાં પ્રશ્ન પેપર સોલ કરવાનાં છે. ઇંદીરાબહેને આશ્ચર્ય સાથે કહયું "અરે કાલે લઇ આવજે આખાં દિવસથી થાકી પાકીને આવી છે કોલેજથી સીધી ભણવા ગઇ હતી આવીને હજી જમી નથી અને જઊં જઊ કરે છે તારાં પાપા કપડાની ડીલીવરી કરવા મુંબઇ ગયાં છે હું એકલી જ છું ઘરમાં ઠીક છે જલ્દી આવજે ત્યાં