? આરતીસોની ? પ્રકરણ : 24 માઉન્ટ આબુ પહોંચ્યા પછી મુગ્ધદિક્ષા દુઃખી થયેલા વિરાજને કોઈપણ પ્રકારે ખુશ કરવા માંગતી હતી. સઘડી સંધર્ષની.... ❣️કૂબો સ્નેહનો❣️ અનંત આકાશ કુસુમવત્ લાગી રહ્યું હતું. હોટૅલ બાલ્કનીમાં બેઠેલા બેઉં જણાં સમયને આંખોમાં પૂરીને જીવનની ઉત્તમ ક્ષણોને માણી રહ્યાં હતાં. સવારે સનસેટ પોઇન્ટ પર સૂર્યોદય નિહાળવા જવાનું નક્કી કરી બંને રૂમમાં આવ્યાં હતાં. આખાયે હોટેલ રૂમમાં મધમધતા મીઠા પાણીના ઝરા ફુટી પડ્યાં હતાં. દિક્ષાએ પહેરેલા શોર્ટ ટોપમાં દેહનાં સમગ્ર વળાંકો સુસ્પષ્ટ દેખાઈ રહ્યાં હતાં, એની કામણગારી કાયા વિરાજના દિલો દિમાગને પ્રેમ કરવા માટે આહ્વાન આપતું હતું. બેઉંનામાં એક સહિયારો કંપન વછૂટ્યો હતો. એમનાં અંગેઅંગ