એન્જિનિયરિંગ ગર્લ હિરેન કવાડ પ્રકરણ – ૫ ભાગ - ૧ તીરાડ ઇર્ષ્યા, દ્વેષ અને અભિમાનનો જન્મ હંમેશા અસંતોષમાંથી જ થતો હોય છે. ખરેખર તો ઇચ્છાઓ પણ અંતોષની જ પુત્રીઓ છે. અને અત્યારે મારી લાઈફમાં જે પણ બની રહ્યું હતું એ ઇચ્છાઓના ખેલ સિવાય શું હતું ? અત્યારે હું આસપાસ નજર કરું છું તો મને બધે જ ઇચ્છાઓના જંગલ સિવાય કશું જ દેખાતું નથી. મને તો એ પણ સવાલ થઈ રહ્યો છે કે શું પ્રેમ એ પણ ઇચ્છા જ છે? જો પ્રેમ ઇચ્છાઓથી પરે હોય તો પ્રેમની શું જરૂર છે? જો અંસોષ ન હોય તો તો પ્રેમની શું જરૂર?