ડોક્ટર્સથી પણ સવાયા મેડિકલ એક્સપર્ટ્સ : દોઢ ડહાપણ પણ ઉમેરો જરા સારવારમાં...!

  • 5.6k
  • 1
  • 1.8k

ડોક્ટર્સથી પણ સવાયા મેડિકલ એક્સપર્ટ્સ : દોઢ ડહાપણ પણ ઉમેરો જરા સારવારમાં...! વિશ્વના સૌથી વધુ મેડિકલ એક્સપર્ટ્સ આપણી હોસ્પિટલ્સમાં જોવા મળે. ના, ડોક્ટર્સ કે નર્સિંગ સ્ટાફની નહીં, પણ દર્દીઓની આસ-પાસ મધમાખીની જેમ બણબણતા સગાઓ પૈકીની એક પ્રજાતિની વાત છે. ભારતીયોમાં દરેક રોગ અંગેની અદ્દભૂત એક્સપર્ટાઈઝ જોવા મળે છે. બશર્તે કે એ રોગ એમને પોતાને ન થયો હોવો જોઈએ. આ પ્રજાતિ હોસ્પિટલના ખાટલે પડેલા ડોહાને પૂછશે કે, 'કાકા, ગળફો કેવા કલરનો હતો?' કાકો કહે - પીળો - તો કહેશે કે, 'નક્કી ટી.બી. હોવાનો... રિપોર્ટ કરાવો રિપોર્ટ... આજ-કાલ તો ટી.બી. સારવારથી મટી જાય છે. પહેલા જેવું નહીં.' એને વિના તપાસે ગળફાના રંગ