અંગત ડાયરી શીર્ષક : ઠાગાઠૈયા લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલ દરેક સંસ્થામાં, પછી એ કોઈ કમ્પની હોય, સંપ્રદાય, બેંક, રાજકીય પાર્ટી, સ્કૂલ, પરિવાર કે કોઈ સમાજ હોય, તેમાં દસથી વીસ ટકા ઓનેસ્ટ અને મહેનતુ એવા ખરા કૃતિશીલો હોય જ છે, જેને કારણે ખરા અર્થમાં એ સંસ્થાનું અસ્તિત્વ કે નામ હોય છે. એ જ સંસ્થામાં દસ વીસ ટકા એવાય હોય જ છે, જે ખાલી માખણીયા, બોલકા, ઢોંગી અને ઠાગાઠૈયા કરવાવાળા હોય છે. આવા લોકો ફોટો પડાવવામાં, સ્ટેજ પર ચઢી જવામાં, ઉપરીઓને વહાલા થવામાં ઉસ્તાદ હોય છે, જયારે કર્મક્ષેત્રે ઠાગાઠૈયા કરતા હોય છે. નાનપણમાં બા પાસે એક વાર્તા સાંભળેલી: કાગડા અને કાબરની.