માથાભારે નાથો - 33

(61)
  • 6.4k
  • 4
  • 2.1k

માથાભારે નાથો (33) "જોરુભા, આમ ચકલા ચુંથે ભૂખ નહીં ભાંગે..આમ જોવો નરશી માધાના કારખાનામાં તિજોરી છે..માલિકોર રૂપિયા હમાતા નથ..પાનસો પાનસોની અને હજાર હજારની નોટું ના બંડલના બંડલ પડ્યા સે...તમે કાંયક પ્લાન કરો..આપડે આખી તિજોરી જ ઇની માને દવ, ઉપાડી લેવી.."ભીમાએ જોરુભાને તિજોરીની વાત કરીને ખોંખારો ખાધો.અને 135નો મસાલો ચોળવા લાગ્યો. જોરુભાને તિજોરીની વાતમાં રસ તો પડ્યો.પણ એ કામ કંઈ સહેલું નહોતું.કારખાનાની તિજોરી બહુ વજનદાર હોય..અને કોઈ રીતે એ તુટે એવી બિલકુલ ન હોય..જોરુભા કોઈ કામ સમજ્યા વિચાર્યા વગર કરતો નહીં.."તારી જાતના ભીમલા... હાળાવ તમે કઈ જાતના છો..જેનું ખાવ છો એનું જ ખોદતાં તમને શરમ આવવી જોવે..નરશી માધા જેવા શેઠિયાઓ તમારી જેવા કેટલાય હલકટનું